Love jihad in Vadodara: વડોદરા શહેરમાં લવ જેહાદનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં રેલવેમાં નોકરી કરતા મોહસીન નામના યુવકે મનોજ સોની બનીને એક ડિવોર્સી મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપીને માત્ર તેનું શારીરિક અને આર્થિક શોષણ જ નથી કર્યું, પરંતુ જ્યારે મહિલાને તેના અસલી નામ અને ધર્મની જાણ થઈ ત્યારે તેણે માર માર્યો હતો અને તેના બાળકોને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા વર્ષ 2020માં એક ઇવેન્ટ કંપનીમાં કામ કરતી હતી. તે દરમિયાન તેની મુલાકાત ઇવેન્ટના કામ સાથે જોડાયેલા મોહસીન સાથે થઈ હતી. મોહસીને મહિલાને પોતાની ઓળખ હિન્દુ નામ મનોજ સોની તરીકે આપી હતી. મોહસીનને ખબર હતી કે મહિલા ડિવોર્સી છે અને તેનો લાભ ઉઠાવી તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોહસીન ઐયુબ પઠાણ ઉર્ફે મનોજે બે વર્ષ સુધી પીડિતાને લગ્નની લાલચ આપીને તેનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું હતું. પીડિતાના નામે આરોપીએ બે લાખ રૂપિયાની લોન પણ લીધી હતી.
વર્ષ 2022માં જ્યારે પીડિતા અને મોહસીને લગ્ન કર્યા ત્યારે મહિલાને જાણ થઈ કે મનોજ સોની નામનો તેનો પતિ હકીકતમાં મોહસીન પઠાણ નામનો મુસ્લિમ છે. આ સત્ય જાણ્યા બાદ મહિલાએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે મોહસીન ઉશ્કેરાયો હતો અને તેણે મહિલાને માર મારવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેણે મહિલાના બે દીકરાઓને પણ મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન પીડિતાને એ પણ જાણવા મળ્યું કે મોહસીન પરિણીત છે અને તેની મુસ્લિમ પત્ની પણ તેને ધમકાવવા માટે આવી હતી.
આત્યંત દુઃખી અને ત્રસ્ત થઈ ગયેલી પીડિતાએ આખરે હિન્દુ સંગઠનની મદદ લીધી અને બાપોદ પોલીસ મથકે આરોપી મોહસીન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોહસીન પઠાણની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પીડિતાએ જણાવ્યું હતું કે મોહસીન હિન્દુ નામ ધારણ કરીને અને સરકારી નોકરી હોવાના નામે અનેક યુવતીઓને ફસાવી ચૂક્યો છે, કારણ કે તે ઐયાશ પ્રવૃત્તિ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર લવ જેહાદના ભયાનક ચહેરાને ઉજાગર કર્યો છે અને સમાજમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે.
આ પણ વાંચો….
અમિત શાહ કે સીએમ યોગી… નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ? સર્વેમાં ચોંકાવનારો જવાબ મળ્યો