‘મહોસીન એક નંબરનો ઐયાસી છે, સરકારી નોકરીના નામે છોકરીઓને ફસાવે છે’, વડોદરાનો કિસ્સો

Date:

- Advertisement -


રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં એક ડિવોર્સી મહિલાને અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મહિલા જેને મનોજ સોની સમજી દિલ દઈ બેઠી હતી. તે મોંસીન પઠાણ હોવાની જાણ થતાં મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એટલું જ નહીં કટ્ટર માનસિકતા ધરાવતા વિધર્મી યુવકે મહિલા અને તેના બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ધમકાવી મારઝૂડ કરતા આ મહિલાને પોલીસની મદદ લેવાનો વારો આવ્યો છે.

વિધર્મી યુવકે ઓળખ છુપાવીને મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી
પ્રેમ આંધળો હોય છે, આ કહેવત તો તમે સાંભળી જ હશે. ત્યારે પ્રેમમાં પડેલા વ્યક્તિને આ અંધાપો કેટલો મોંઘો પડી શકે છે તેની કલ્પના પણ તમે નહીં કરી હોય. જી હા આ કિસ્સો છે સંસ્કારી નગરી વડોદરાનો છે. વડોદરા શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે ઓળખ છુપાવીને મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આ વિધર્મી યુવકે મહિલાને ફસાવા માટે હિન્દુ નામ ધારણ કર્યું હતું. મોસીન અયુબખાન પઠાણે મનોજ સોની તરીકે ઓળખ આપી ડિવોર્સ થયેલી મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા. 

મોહસિન અયુબખાન પઠાણની ધરપકડ
મોસીન આ મહિલાને અને તેના બાળકોને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે દબાણ કરતો હતો. જોકે મહિલા કટ્ટર માનસિકતા ધરાવતા આ વિધર્મીને તાબે ન થતાં આ વિધર્મી યુવક મારઝૂડ કરવા લાગ્યો હતો. અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. જો કે મહિલાએ હિંમત દાખવીને ફરિયાદ કરતા બાપોદ પોલીસે તાંદલજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણની ધરપકડ કરી લીધી છે.

આરોપી પોતે રેલવેમાં ફીટર મેન તરીકે કરે છે નોકરી 
સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલા એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે પોતાનું નામ મનોજ સોની હોવાનું જણાવી મહિલા સાથે મિત્રતા કેળવી હતી. અસલમાં આ યુવક હિન્દુ નહીં પરંતુ વિધર્મી છે તેમજ હકીકતે એ યુવકનું નામ મોહસીન ખાન અયુબ પઠાણ હોવાની જાણ થતા મહિલાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થઈ હતી. આરોપી પોતે રેલવેમાં ફીટર મેન તરીકે નોકરી કરે છે. અને કેટરિંગ ના કામ સંદર્ભે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને યુવકે પોતે હિન્દૂ તરીકે ઓળખ આપી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગરતા બંનેએ હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા. 

યુવકે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું
વર્ષ 2022થી બંને બાપોદ વિસ્તારમાં પતિ પત્નિ તરીકે સાથે રહેતા હતા. જાન્યુઆરી મહિનાની 14મી તારીખે મહિલાને ખબર પડી હતી કે જે મનોજ સોની સાથે તે પ્રેમ કરી લગ્ન કરી બેઠી છે તે અસલમાં વિધર્મી મોશીન પઠાણ છે. ત્યારે તેને પ્રતિકાર કર્યો હતો. પોતાનો ભાંડો ફૂટી જતા મોશીને મારઝૂડ કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું. જેથી કંટાળીને મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી મોશીન કટ્ટર માનસિકતા ધરાવતો હોવાની સામે આવી હકીકત
ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર મહિલાની ફરિયાદ બાદ બાપોદ પોલીસે શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા વિધર્મી મોશીન પઠાણની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી મોશીન કટ્ટર માનસિકતા ધરાવતો હોવાની હકીકત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે, ત્યારે તેને અગાઉ કોઈ હિન્દુ યુવતી કે મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Reliance Jio Partners With SpaceX to Offer Starlink Broadband Internet Services in India

Reliance Jio announced a strategic partnership with SpaceX...

Robert Kiyosaki Doubles Down on Bitcoin, Calls Monetary System a Ponzi Scheme – Economics Bitcoin News

https://news.bitcoin.com/robert-kiyosaki-doubles-down-on-bitcoin-calls-monetary-system-a-ponzi-scheme/Source link

Apple Releases tvOS 18.3.1 for Third-Generation Apple TV 4K

Apple today released tvOS 18.3.1, the newest version...

Top Selling Gadgets